સંહાર.....
રાતનો આસવ ઘોળી
ચકચૂર,
અલ્લડ,
બેફામ..
મારી પાંપણોનાં દ્વાર તોડી
અતિક્રમે
તારી સ્મૃતિ-
સંહાર એની પ્રકૃતિ
સુંવાળા સ્વપ્નોનો સ્વાંગ રચી
મને ભરમાવે
ને પછી પોતાના વિકરાળ પંજાથી
મને ચૂંથ્યા કરે
રાત આખી-
આખરે જંગ જીતે
ને
મારા અસ્તિત્વના પરાજિત ગઢ પર
લહેરાવે
વિજય-પતાકા
સવારે હું શ્વેત ચાદરમાંથી
સમેટું
મારી સ્વસ્થતાના
કણસતાં ટુકડાઓ...
8 Comments:
તમારી અત્યાર સુધીની રચનાઓ કરતા લાંબી છે પણ ખૂબ જ સુંદર છે... મારા લાયક છે. :-)
ઉર્મિ સાગર
સંવેદનાની અભિવ્યક્તિની ભરપૂર તાકાત લઈને આવતી તમારી કવિતાઓ સાચે જ મનને સ્પર્શી જાય છે અને અમારા દિલ પર વિજય-પતાકા પણ લહેરાવતી જાય છે.
મને નથી લાગતું કે હવે મારે કંઇ કહેવાનું બાકી રહેતું હોય... સિવાય કે, બીજી રચનાની પ્રતીક્ષા છે !!!
nice one !!!
Very Nice..!!
Thanks..
Dee
Hw can u write like this!
Its very touchy!
akshi
Excellent man!!
You are rocking...
we all r waiting for ur new
creation.......!!
take care,
Post a Comment
Links to this post:
Create a Link
<< Home