Monday, December 04, 2006

કલંક

મારા ગર્ભના પોલાણમાં
પ્રસરી રહ્યું છે
વેરાન રણ

લીલાછમ્મ થવા મથતાં
મારા સ્ત્રીત્વને
નિર્મૂળ કરી દે છે
એનો ભૂખાળવો ઝંઝાવાત

પણ
મને તો ગમે છે
ભૂરાંભમ્મર ઝાંઝવા
અને
પ્રસવની પીડા પણ

એથી જ
અવતારું છું
રોજ
એકાદ-બે ઝાંઝવાં

કલંકોને ધોતી રહું છું
એ રીતે...

8 Comments:

At 10:02 PM, Anonymous સુરેશ જાની said...

માતૃત્વની ઝંખનાની અભિવ્યક્તિ પહેલી જ વખત વાંચી. બહુ જ સુંદર. આ ભાવ પર કોઇ સ્ત્રી લખે તો એક સરસ નવિન રચના બને.

 
At 10:04 PM, Anonymous સુરેશ જાની said...

પહેલી પંક્તિમાં ગર્ભ ના સ્થાને ગર્ભાશય વધારે ઉચિત થાત .

 
At 5:33 AM, Anonymous જયશ્રી said...

ખૂબ જ સરસ રચના..!!

પરંતુ મને એનું શીર્ષકના ગમ્યું. કદાચ સાહિત્યની રીતે બરાબર હશે; પરંતુ માતૃત્વ ઝંખતી કોઇ સ્ત્રી માટે આ વાત કલંક હોતી નથી, રૂઢિચુસ્ત સમાજ એને કલંક બનાવે છે, એ વાત મને યાદ આવી ગઇ..

 
At 4:38 PM, Blogger વિવેક said...

સરસ કવિતા... ઘણા લાં.....બા સમય પછી દેખાયા છો, મિત્ર! મળતા રહેજો વારંવાર, શબ્દોના રસ્તે..

શીર્ષક ભલે કઠે એવું લાગે, બરાબર જ છે. વાસ્તવિક્તા હોય અને કઠે નહીં એવું કદી બને ખરું?

 
At 5:57 PM, Anonymous હેમંત પુણેકર said...

સરસ વાત લખી છે ડી.

 
At 7:32 PM, Blogger Darshan Chande said...

હેલ્લો, ડી,
મારેી શુભેચ્હાઓ !! તમારો આ ગુજરાતેી બ્લોગ ખરેખર સુન્દર ચ્હે. સદાય ને માતે આ ઉમ્દા કાર્ય ચાલુ રાખ્જો તે વિનન્તિ..

 
At 10:15 AM, Blogger Rash said...

lovely verse! Hope you dont mind me linking to your blog.

 
At 9:16 PM, Anonymous Anonymous said...

hi, im very sory to say that the desinging of the site is very poor.. so please find the good desinger ,otherwie no body is ready to read the contetnt

once again im extreamly sorry

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home