Wednesday, June 27, 2007

એટલે....

  • તારી યાદ એટલે
    સવારે મારા ઓરડામાં
    વેર વિખેર કાગળના ડૂચાઓમાં
    ડૂસકાં ભરતી
    કવિતા.
  • સૂર્ય એટલે
    પોતાનીજ આગમાં
    સળગ્યા કરતું
    કો’ક અન્ય પણ છે
    એવી સાંત્વના

8 Comments:

At 5:09 PM, Anonymous Anonymous said...

એક યુગ પછી કંઇક અવતર્યું ખરું !! અને ખરે જ, એ 'અવતરણ' માટે પ્રતીક્ષા પણ એટલી જ કરવી પડી... But, I think it was worth it!

Still, I can't refrain from pointing out some trivial mistakes!
"વેર-વિખેર" એક શબ્દ છે, બે નહીં. અને, "પોતાની જ" બે શબ્દો છે, એક નહીં.

લખતાં રહો, Pleeeeeeeeeeease!!

 
At 7:24 PM, Anonymous સુરેશ જાની said...

ઘણા વખતે , પણ સાવ તરોતાજા, નવા નક્કોર વીચારોમાં જગજુના ભાવોની અભીવ્યક્તી વાંચવા મળી - આભાર !

 
At 8:25 PM, Anonymous bimal said...

bhai .....bahu kari tame pan paratxa aele na gai....lakhata raho valida......ghatni vela khale hathe pachho faryo chhu...ane aaje pachha farata pahela akheakho baryo chhu.........keep it up

 
At 8:26 PM, Anonymous bimal said...

bahu rah jovadavi bhai ...pan akhare paratixa....fari khari keep it up

 
At 10:30 AM, Anonymous વિવેક said...

બંને કવિતાઓ ખૂબ જ સુંદર થઈ છે. બે અલગ પૉસ્ટ જ બનાવી દેવાની જરૂર હતી... ફરી-ફરીને કહેવું પડશે કે બંને લઘુ-કાવ્ય વારંવાર મમળાવ્યા કરવાનું મન થાય એવા થયા છે...

 
At 3:54 PM, Anonymous કુણાલ said...

સૂર્યની વ્યાખ્યા અદભૂત કરી... ખુબ જ સુંદર..

અને એની યાદની વ્યાખ્યા.. - આખી રાત એની યાદમાં લખેલી અધૂરી કવિતાઓના કાગળો.. જે હવે ડૂચા બની ગયાં છે.. એના ડૂસકાં ...

સુંદર...

 
At 10:45 PM, Anonymous Pinki said...

તારી યાદ એટલે
સવારે મારા ઓરડામાં
વેર વિખેર કાગળના ડૂચાઓમાં
ડૂસકાં ભરતી
કવિતા.


soooooooooooo nice......!!

 
At 9:37 PM, Blogger sneha-akshitarak said...

તારી યાદ એટલે
સવારે મારા ઓરડામાં
વેર વિખેર કાગળના ડૂચાઓમાં
ડૂસકાં ભરતી
કવિતા.

its amazing thought...pls\z keep writing
sneha-akshitarak

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home