Thursday, July 03, 2008

વિષાદ...

મને ગમે છે,
મારો વિષાદ...
અવારનવાર પ્રેમમાં પડું છું
અને
એ રીતે આવકાર આપ્યા કરું છું,
મારા વિષાદને !
બસ,
પછી એને આત્મસમર્પણ કરું છું...
એ પણ મને સ્વીકારે છે
(કોઈ તો છે, જે સ્વીકારે છે મને..
અને,
કોઈકને તો હું સમર્પિત થઈ શકું છું,
પૂર્ણપણે !!)

હું એને માણ્યાં કરું છું,
એ આલિંગે છે મને
કસોકસ...
મારું અસ્તિત્વ હાંફી જાય ત્યાં સુધી...
મને મજા આવે છે,
જ્યારે એ ઉતરડી નાંખે છે
મારા આત્માને,
પોતાના અદ્રશ્ય નખો વડે
(જે મને કો'ક પ્રેયસીના
સ્પર્શથીયે વધુ રેશમી લાગે છે)
અને જલાવી દે છે પોતાની
અગનજ્વાળામાં
મારી
અમરત્વ પામેલી ઈચ્છાઓને પણ !

મને ગમે છે,
મારો વિષાદ...
એટલે જ તો
ફરી નવા પ્રેમની
શોધમાં છું,
આજકાલ !


***********************
My friend JT, a Translator by profession and a great soul, took pain to translate વિષાદ in Hindi on my request. It can be enjoyed here :विषाद

4 Comments:

At 7:58 PM, OpenID કુણાલ said...

"...જલાવી દે છે પોતાની
અગનજ્વાળામાં
મારી
અમરત્વ પામેલી ઈચ્છાઓને પણ !..."

ઈચ્છાઓનું આ અમરત્વ જ મનુષ્યનો સૌથી ભીષણ શત્રુ છે !!

તમે લાગણીઓને ખુબ્બ્બ જ સ્પષ્ટતાથી ઉતારી શક્યા છો અહીં... :)

પણ મને આ વારેઘડીએ પ્રેમમાં પડવાની વાત ગમી હં કે !! :P

પણ સાલુ આ દર વખતે "વિષાદ"ભાઈ જ ભટકાઈ જાય એ થોડું મગજમારી વાળું કામ !!! :O

 
At 8:42 PM, Anonymous Anonymous said...

સુંદર અછાંદસ્
મને ગમે છે,
મારો વિષાદ...
એટલે જ તો
ફરી નવા પ્રેમની
શોધમાં છું,
આજકાલ !
વાહ્
યાદ આવી
ઊંડા તે પ્રેમની કેટલીયે વાતને
હૈયામાં દીધી સંગોપી
હરિવરના હેતનો વરસે વરસાદ
ને ઓસરતો જાય છે મારો વિષાદ.

પ્રજ્ઞાજુ વ્યાસ
૧૪૬ સનીંગડેલ ડ્રાઈવ
જ્યોર્જ ટાઉન કંટકી

 
At 12:19 AM, Anonymous SV said...

saras.

 
At 7:37 PM, Blogger Alternative Reality said...

Very couragious, very expressive.. Keep it up, buddy!

Shishir

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home